રાજકોટના ગોંડલ નજીક દાળિયા ગામ અને શાપરવાડી નદીના કિનારે આવેલુ છે સ્વયંભુ દાળેશ્વર મહાદેવ મંદિર,વાંચો શું છે મહત્વ

ત્યારે ભગવાન શિવના અનેક સ્વરૂપોના દર્શન માટે ભક્તો શિવાલયોમાં ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.

Update: 2023-09-10 02:52 GMT

આ પવિત્ર શ્રાવણ માસ પૂરો થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ભગવાન શિવના અનેક સ્વરૂપોના દર્શન માટે ભક્તો શિવાલયોમાં ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ભગવાન શિવના મંદિરો સમગ્ર દુનિયામાં આવેલા હોય છે, અનેક એવા મંદિરો છે કે જેનો સંબંધ પૌરાણિક સમય સાથે જોડાયેલો અને સ્વયંભુ પ્રગટ થનાર આ શિવલિંગ કે જેની કથા રોચક છે.


સ્વયંભુ દાળેશ્વર મંદિર જે એક સુંદર અને પ્રાચીન જગ્યા છે, જે દાળિયા ગામ અને શાપરવાડી નદીના કિનારે અને ગોંડલથી માત્ર 20 કિમીના અંતરે આવેલું છે આ મંદિર આ જગ્યાની સુંદરતા અને દિવ્ય વાતાવરણ લોકોને વધારે આકર્ષે છે, અને આનો ઇતિહાસ સંત શ્રી સેજગીરી બાપુના સમાધી સ્થાન સાથે જોડાયેલુ છે.


માન્યતાઓ અનુસાર કહેવામા આવે છે આ સેજગીરીબાપુની જીવતા સમાધિ છે, અને આ મહંત બાપુએ જ ભગવાન શિવને પ્રગટ કર્યા છે, અને શાપરવાડી નદી કઈ રીતે પ્રગટ કરી તેની પણ રોચક કથા છે, શાપરવાડી નદી બાપુએ એવી રીતના પ્રગટ કરી કે દાળેશ્વરથી 9 કિમી દૂર રિબ ગામ છે, કહેવાય છે કે વાડીમાથી વાવ પ્રગટ કરેલી છે, શરધારી ધાર સૌરાષ્ટ્રમાં નીકળેલી છે, એનું પાણી આ બાજુ બાપુએ શાપરવાડી વાવ માથી પ્રગટ કરેલું છે.


આ મંદિરની બાજુ માથી સુંદર નદી વહે છે, એ છે શાપરવાડી નદી અને આ મંદિરે શ્રાવણ માહિનામાં ભક્તોની ભીડ રહે છે અને સાતમ – આઠમનો મેળો પણ ભરાય છે, આ મંદિર જંગલની વચ્ચે આવેલું છે.           

Tags:    

Similar News