અમદાવાદ: દાન આપવામાં ગુજરાતીઓનો ડંકો, જુઓ રામ મંદિરના નિર્માણ માટે પ્રથમ તબક્કામાં ગુજરાતમાથી કેટલી રકમ પહોંચી

Update: 2021-01-30 07:25 GMT

શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રના નિધિ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી પ્રથમ તબક્કામાં 100 કરોડ રૂપિયાની નિધિનું સમર્પણ થયું છે. ત્યારે 31 જાન્યુઆરીથી બીજા તબક્કાનું અભિયાન વિશ્વ હિન્દુ પરિષદ કરવા જઇ રહ્યું છે. હવે વિહીપ લોકોના ઘર ઘર સુધી જઇ સમર્પણ નિધિ એકત્ર કરશે.

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનુ નિર્માણ થવા જય રહ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમર્પણ નિધિ એકત્રિત કરવામાં આવી રહી છે જે અંતર્ગત ગુજરાતમાથી પ્રથમ તબક્કામાં રૂપિયા 100 કરોડની નિધિ એકત્રિત થઈ છે . ઉત્તર ગુજરાત પ્રાંતના અભિયાન પ્રમુખ અશ્વિન પટેલે પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે ગુજરાત શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ દ્વારા હવેથી બીજા તબક્કાનું સમર્પણ નિધિ અભિયાન શરૂ થશે.

15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ચાલનાર શ્રી રામ જન્મ ભુમિ તિર્થક્ષેત્રના નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત બીજા તબક્કા વિશ્વ હિન્દુ પરિષદ તથા સંઘ અને વિચાર સંસ્થાઓના કાર્યકર્તાઓ હવે ઘરે ઘરે સંપર્ક કરી પ્રત્યેક હિન્દુને મંદિર નિર્માણ કાર્ય સાથે જોડવાના છે. અત્યાર સુધી પ્રથમ તબક્કામાં 100 કરોડની રકમ સમર્પણ નિધિમાં આવી છે. રૂપિયા 10, 100 અને 1000ની પાવતી દ્વારા ગુજરાતના 18556 ગામોમાં પ્રત્યેક ઘર સુધી પહોંચવાનો સંકલ્પ કરાયો છે.

Tags:    

Similar News