મુંબઈના અબજોપતિની ડોક્ટર દીકરી સંયમના માર્ગે, MBBSમાં હતી ગોલ્ડ મેડાલિસ્ટ

Update: 2018-07-19 12:47 GMT

સુરતમાં દીક્ષા લઈ ડૉ. હિનામાંથી સાધ્વી શ્રી વિશારદમાલા બની વિહાર કરશે

મુંબઇની ગોલ્ડ મેડાલિસ્ટ MBBS ડોકટર હિનાએ પોતાનો ડોકટરીનો વ્યવસાય છોડી દિક્ષા લેવાનું નક્કી કર્યુ હતું. સન્યાસના માર્ગે જઈ રહેલ ડોકટર હિના હિંગડેનો આજે સુરત ખાતે દીક્ષા સમારોહ યોજાયો હતો. જેમા તેમણે સાંસારિક સુખનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવ્યો હતો. આ ઉત્સવમાં તેમના માતા-પિતા અને પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

સુરતના વેસુ વિસ્તારમાં આચાર્ય યશોવર્મસૂરિ મહારાજની નિશ્રામાં મુંબઇના માલેગાવની વતની અને મુંબઈના રહિશ કરોડપતિ બિઝનેસમેનની ગોલ્ડમેડાલિસ્ટ ડોક્ટર દીકરી ડો.હિનાકુમારી હિંગડની ભવ્ય દીક્ષા યોજાઈ હતી. 28 વર્ષની હિના બિલિયોનેર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અહમદનગર યૂનિવર્સિટીની ગોલ્ડ મેડાલિસ્ટ હિના છેલ્લા 3 વર્ષથી પ્રેક્ટિસ કરી રહી હતી. તે પોતાના છાત્ર જીવન દરમિયાન જ આધ્યાત્મિકતા તરફ આકર્ષિત થઈ ગતી.

હીના નાનપણથી જ ભણતરમાં ખુબા જ હોંશિયાર હતી. જેથી તેણીને ડોકટર બનાવવાનું સપનું તેના પિતા અને દાદાએ જોયું હતું. જેને લઇ તેણીએ ગોલ્ડમેડલ સાથે એમ બી બીએસ પૂર્ણ કરી પિતાનું સપનું પૂરું કર્યું હતું. પરંતુ ડોક્ટર બને તે પહેલા જ હીનાએ મહારાજ દ્વારા આપવામાં આવતા પ્રવચન અને જ્ઞાનથી દીક્ષા લેવાની પ્રેરણા મળી હતી. જેથી ડોક્ટર બન્યા પહેલા જ 12 વર્ષ અગાવ હિના ૧૮ વર્ષની હતી ત્યારે દીક્ષા લેવા પોતાની ઇચ્છા પરિવારને વ્યક્ત કરી હતી. પરંતુ ૧૨ વર્ષ પહેલા તેના પિતાએ તેની મંજુરી આપી ન હતી.

પાંચ મહિના પહેલા જ તેના પિતા દ્વારા દીક્ષા અંગેની પરવાનગી મળી હતી. અને હીનાની દિક્ષાને લઈને તેના પરિવારજનો પણ ખૂબ ઉત્સાહિત હતા. જેને લઈ આજે સુરત ખાતે ડૉ. હીનાનો ભવ્ય દીક્ષા સમારોહ યોજાયો હતો. તમામ ભૌતિક વસ્તુઓ અને સુખ સમૃધીનો ત્યાગ કરી સન્યાસના માર્ગ અપનાવ્યો હતો.

ત્યારે સંયમનો માર્ગ અપનાવતા હીનાનું કહેવું હતું કે, શરીરની દવા બધા કરે છે પણ આત્માની દવા કોઈ કરતું નથી. તે હવે સ્ટેથોસ્કોપ છોડીને તેણી ધર્મના માર્ગ પર આગળ વધતા સાધ્વીવર્યા શ્રી વિશારદમાલાશ્રી મ.સા.ની નવી સન્યાસી ઓળખ મેળવાની સાથે તમામ ભૌતિક શુખોનો ત્યાગ કર્યો છે. ત્યારે સમારોહમાં તેના માતા પિતા સહીત પરિવાર ખુબજ ભાવુક થઇ ગયો હતો. હિના હિંગડના દીક્ષા સમારોહમાં મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા.

ડૉ. હીના હિંગડેનો વર્ષીદાન વરઘોડો નિકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મુંબઈની ડોક્ટર હીનાએ સાધ્વી વિવેકમાલા શ્રીજી એટલે કે ગુરૂમાંના હાથે સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી હતી. ડો. હીનાની ઓળખ હવે સાધ્વી શ્રી વિશારદમાલા થઈ ગઈ છે. ડોકટર હિના હિંગડે જણાવ્યુ હતુ કે ‘રૂપિયા વાળા લોકો પણ તકલીફના સમયે ગુરૂ પાસેજ આવે છે કારણ કે એમને કોઇ મોહ માયા નથી. તેઓ હંમેશા હસ્તા રહે છે એટલે જ હું આ માર્ગ પર જઇ રહી છું.

Tags:    

Similar News