ભરૂચ : આમોદના કોલવણા ગામે પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ, શ્રેષ્ઠ શિક્ષકોને અપાયા એવોર્ડ

બાળકોએ એક દિવસના શિક્ષક, આચાર્ય અને પટાવાળાની ભૂમિકા ભજવી શિક્ષક દિનની ઉજવણી કરી હતી

Update: 2023-09-05 12:21 GMT

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિનની વર્ષોથી શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આમોદના કોલવણા ગામની આદર્શ પ્રાથમિક મિશ્ર શાળા અને ધી સાર્વજનિક હાઈસ્કૂલમાં પૂર્વ તૈયારી સાથે બાળકોએ એક દિવસના શિક્ષક, આચાર્ય અને પટાવાળાની ભૂમિકા ભજવી શિક્ષક દિનની ઉજવણી કરી હતી. શિક્ષક બનેલા બાળકોએ ધૈર્ય સાથે હાજર બાળકોને અભ્યાસનું ભાથુ પીરસ્યુ હતુ. પોતાના સાથે જ એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોએ શાળાના અન્ય બાળકોને શિક્ષણ આપતા તેમણે ભણવાનો અનેરો લ્હાવો લીધો હતો.

આ પ્રસંગે હાઈસ્કૂલની શાળાનું સંચાલન કરતા આચાર્ય આરઝુબાનું એ બાળકોને શિષ્તમાં રહી અભ્યાસ કરવા જણાવ્યુ હતુ. જ્યારે પ્રાથમિક શાળાના આચાર્ય ફરહતબાનુંએ મોડા પડેલા શિક્ષકોને જરૂરી સૂચના આપી હતી. સ્કૂલમાં શિક્ષક બનેલા બાળકોએ પોતે ભવિષ્યમાં શિક્ષક બનશેની ખેવના વ્યક્ત કરી હતી. આ તબક્કે શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે આચાર્ય,શાળા પરિવારે સૌને અભિનંદન પાઠવ્યા હતા.

Tags:    

Similar News