ભરૂચ:વાગરાના વોરાસમની ગામની નસરીન પટેલે પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી

નશરીનબાનુ પટેલે ભૌતિક શાસ્ત્ર વિષયમા આ સિદ્ધિ પ્રાપ્ત કરી તેમણે માદરે વતન વોરાસમની ગામ અને ભરૂચ જિલ્લા વહોરા પટલે સમાજને ગૌરવ વંતિત કર્યું

Update: 2023-12-10 10:33 GMT

ભરૂચના વાગરા તાલુકાના વોરાસમની ગામની વતની નસરીન ફારૂક પટેલે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરતા તેમના ગ્રામ સહિત વોરા પટેલ સમાજ ગૌરવ અનુભવી રહ્યો છે. કુ. નશરીનબાનુ ફારૂકભાઇ પટેલ દ્વારા પ્રો.જી.કે. સોલંકીના માર્ગદર્શન હઠેળ ભૌતિકશાસ્ત્ર (Physics) વિષયમા તૈયાર કરવામા આવલે શોધ મહાનિબંધ (Thesis) “સિન્થેસીસ, કેરેક્ટરાઇઝેશન એન્ડ ઓપટોઇલેક્ટ્રોનિક એપ્લિકેશન ઓફ કમ્પાઉન્ડસ ઇન ઘેર નેનો શીટ એન્ડ થિન ફિલ્મ ફોરમ” ને સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા માન્ય રાખી હતી અને તેમને પી.એચ.ડી. (Doctor of Philosophy) ની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.

કુ. નશરીનબાનુ પટેલે ભૌતિક શાસ્ત્ર વિષયમા આ સિદ્ધિ પ્રાપ્ત કરી તેમણે માદરે વતન વોરાસમની ગામ અને ભરૂચ જિલ્લા વહોરા પટલે સમાજને ગૌરવ વંતિત કર્યું છે.તેમણે મેળવેલ ઉપાધીને પગલે સમાજ સહિતના લોકો અને શિક્ષણવિદો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

Tags:    

Similar News