ભરૂચ: જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું

Update: 2021-09-02 11:35 GMT

ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારીઓની સોસાયટી દ્વારા શૈક્ષિણીક કીટ અને જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમમિક શાળા કર્મચારીઓની કો.ઓ. ક્રેડિટ સોસાયટી દ્વારા નવનિર્મિત કાર્યાલય ખાતે બાળ ક્લાયણ યોજના અંતર્ગત જરૂરીયાતમંદને શૈક્ષણિક કીટ તથા જીવન જરૂરીયાતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા અને કાર્યક્રમના અતિથી વિશેષ તરીકે ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે તથા સંસ્થાના ચેરમેન પ્રવીણસિંહ રણા, ભીખુ હાંસોટી સહિત અન્ય અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભરૂચ નર્મદા જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા માતા અથવા પિતા વિનાના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તેમજ ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News