ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીએ GTU TOP 10માં સ્થાન પ્રાપ્ત કર્યું

લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થિની રાણા નીધીએ 9.64 SPI સાથે બીજો ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે

Update: 2022-09-04 12:03 GMT

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા વર્ષ ૨૦૨૨માં લેવાયેલ સમર ૨૦૨૨ની સેમેસ્ટર ૬ની ફાઈનલ પરીક્ષામાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થિની રાણા નીધીએ 9.64 SPI સાથે બીજો ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે.આથી સમસ્ત ટ્રસ્ટી ગણ, કોલેજના આચાર્ય તેમજ સમસ્ત સ્ટાફ ગણ તરફથી વિદ્યાર્થીનીને શુભેચ્છા પાઠવી તેની સિદ્ધિને બિરદાવવામાં આવી છે.

Tags:    

Similar News