સી.એમ.ભુપેન્દ્ર પટેલે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના ક્ષેત્રે થયેલી કામગીરી અને પ્રગતિની સમીક્ષા કરી

એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક – AIIB સાથે 250 મિલિયન ડોલર ફંડિંગ મેળવવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે.

Update: 2021-11-28 07:12 GMT

ગુજરાત સરકારના શિક્ષણક્ષેત્રે અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ "મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ"ના ક્ષેત્રે થયેલી કામગીરી અને પ્રગતિની સમીક્ષા તેમજ ગુજરાતના આ પ્રોજેક્ટને બેસ્ટ પ્રેક્ટિસિસ તરીકે દેશમાં અને વિશ્વમાં અન્ય સ્થાનોએ પ્રસ્તુત કરી શકાય તેના માર્ગદર્શન માટે રાજ્યની મુલાકાતે વર્લ્ડબેન્ક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બેન્ક – AIIB ની આંતરરાષ્ટ્રીય ટીમ આવેલી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ટીમના તજજ્ઞોએ ગાંધીનગરમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સ્પર્ધાત્મક અને માળખાકીય રીતે શ્રેષ્ઠ બનાવવા તેમ જ બાળકો માટે સ્માર્ટ ક્લાસ રુમ, સ્ટેમ લેબ જેવી અદ્યતન ભૌતિક સુવિધા આપવા આ મિશન સ્કુલ ઓફ એક્સેલન્સ હાથ ધરવામાં આવેલું છે.આ પ્રોજેક્ટ અન્વયે આગામી પાંચ વર્ષમાં શાળા શિક્ષણ ક્ષેત્રે રુ. 10,000 કરોડ ખર્ચ કરવામાં આવશે વર્લ્ડ બેંક દ્વારા 500 મિલિયન ડોલરના ફંડીગને મંજૂરી આપવામાં આવી છે અને સમગ્ર પ્રોજેક્ટને ઈફેક્ટીવ જાહેર કરાયો છે એટલું જ નહીં, વર્લ્ડ બેન્ક વધારાના 250 મિલિયન ડોલર માટે કાર્યવાહી કરી રહ્યું છે આમ વર્લ્ડ બેંકના 750 મિલિયન ડોલર આ પ્રોજેક્ટમાં મળશે. એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક – AIIB સાથે 250 મિલિયન ડોલર ફંડિંગ મેળવવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. સમગ્રતયા કુલ 1 બિલિયન ડોલરનું ફંડિંગ મેળવવામાં આવ્યું છે સમગ્ર દેશમાં કોઈ રાજ્યમાં સોશિયલ સેક્ટર માટેનો અત્યાર સુધીમાં વર્લ્ડ બેન્ક સહાયિત આ મોટોમાં મોટો પ્રોજેક્ટ છે

Tags:    

Similar News