CUETમાં ફરીથી ટેકનિકલ ખામી, 13 કેન્દ્રો પર પરીક્ષા રદ

ઉમેદવારોએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ, CUET UG 2022 ફેઝ 4 પરીક્ષામાં પણ ટેકનિકલ ખામીઓનો સામનો કરવો પડ્યો છે.

Update: 2022-08-18 11:21 GMT

ઉમેદવારોએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ, CUET UG 2022 ફેઝ 4 પરીક્ષામાં પણ ટેકનિકલ ખામીઓનો સામનો કરવો પડ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી, NTA એ ખલેલને કારણે ઘણા કેન્દ્રો પર પરીક્ષા રદ કરી છે. CUET UG 2022નો ચોથો તબક્કો 17મી ઓગસ્ટથી શરૂ થયો હતો જેમાં 13 પરીક્ષા કેન્દ્રો પર શિફ્ટ 1 અને શિફ્ટ 2 પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. 1,45,885 ઉમેદવારોમાંથી કુલ 8,693 ઉમેદવારો અસરગ્રસ્ત થયા છે. ઉપરાંત જે ઉમેદવારોની પરીક્ષા રદ કરવામાં આવી છે તેઓને તેમની પરીક્ષાની નવી તારીખ વિશે જાણ કરવામાં આવશે. રદ કરાયેલી પરીક્ષાઓ હવે 25 ઓગસ્ટ, 2022 ના રોજ યોજવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ અંગેની વિગતવાર સૂચના સત્તાવાર વેબસાઇટ પર પણ જારી કરવામાં આવી છે.

CUET ફેઝ 4 દેશભરના 245 શહેરોમાં 455 પરીક્ષા કેન્દ્રો પર આયોજિત કરવામાં આવી રહ્યો છે. નવસારી, ઇટાનગર, બરપેટા, નલબારી, અરરિયા, આરા, બેગુસરાય, બેતિયા, ભાબુઆ, બક્સર, જમ્મુ, સમસ્તીપુર, બિલાસપુર, દેવઘર, કારગિલ, લેહ, મોરેના, બહેરામપુર, ભદ્રક, જાજપુર, ઝારસુગુડા, સંબલપુર, શ્રીગંગાનગર, બલિયા, બલિયા, ચંદૌલી, ગાઝીપુર, મૌ, સોનભદ્ર, શ્રીનગર (ઉત્તરાખંડ)માં પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. પરીક્ષામાં હાજર થયેલા કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓને ટેકનિકલ ખામીઓ અને સર્વર સમસ્યાઓના કારણે પરીક્ષા કેન્દ્રમાંથી પાછા મોકલવામાં આવ્યા હતા. આ સિવાય કેટલાક વિદ્યાર્થીઓએ એવો પણ દાવો કર્યો હતો કે તેમની પરીક્ષા નિર્ધારિત સમયના ઓછામાં ઓછા 2 કલાક પછી શરૂ થઈ હતી.

Tags:    

Similar News