ડાઇસ રમતી વેળા વિવાદ થતાં અમેરિકન રેપર ટેકઓફની ગોળી મારીને કરી નાખી હત્યા.!

અમેરિકાના હ્યુસ્ટનમાં મિગોસ હિપ હોપ ગ્રુપના રેપર ટેકઓફની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તે માત્ર 28 વર્ષનો હતો

Update: 2022-11-02 06:23 GMT

અમેરિકાના હ્યુસ્ટનમાં મિગોસ હિપ હોપ ગ્રુપના રેપર ટેકઓફની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તે માત્ર 28 વર્ષનો હતો અને હ્યુસ્ટનમાં બોલિંગ એલીમાં ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ રેપરના ચાહકોમાં નિરાશાની લહેર ફેલાઈ છે અને ટ્વિટર પર #RIPTakeoff લખીને તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આ ઘટના બપોરે 2.30 વાગ્યે બની હતી. ટેકઓફને સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેની સાથે સ્થળ પર હાજર અન્ય બે લોકોને પણ ગોળી વાગી હતી. તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે ડાઇસ રમતી વખતે વિવાદ શરૂ થયો અને કોઈએ તેને ગોળી મારી દીધી. મળતી માહિતી મુજબ જે સમયે આ ઘટના બની તે સમયે ઘટનાસ્થળે લગભગ 40-50 લોકો હતા. આ ઘટનાનો એક ફૂટેજ સામે આવ્યો છે જેમાં ક્વોવો દેખાય છે અને કેટલાક લોકો ટેકઓફની આસપાસ ઉભા હતા. આ ઘટના બાદ ક્વોએ પણ મદદ માટે વિનંતી કરી હતી.

તમને જણાવી દઈએ કે ટેકઓફનો જન્મ જ્યોર્જિયાના લોરેન્સવિલેમાં 1994માં થયો હતો. તેણે 2008 માં પોલો ક્લબના સામૂહિક નામ હેઠળ ક્વોવો અને ઑફસેટ એટલે કે તેના કાકા અને પિતરાઈ ભાઈ સાથે રેપ કરવાનું શરૂ કર્યું. 2011 માં ત્રણેયએ મળીને જગ સિઝન રજૂ કરી, જે તેમની પ્રથમ મિક્સટેપ મિગોસ તરીકે બજારમાં આવી. તેના દરેક રિમિક્સને લોકોએ ઘણો પ્રેમ આપ્યો હતો.

Tags:    

Similar News