101 કરોડના માનહાનિ કેસમાં શાહરૂખ અને ગૌરી ખાનને રાહત, હાઇકોર્ટનો સ્ટે

101 કરોડના માનહાનિ કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા શાહરૂખ ખાન અને ગૌરી ખાનને રાહત આપવામાં આવી છે. નીચલી કોર્ટના હુકમ પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે.

Update: 2022-06-29 05:41 GMT

101 કરોડના માનહાનિ કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા શાહરૂખ ખાન અને ગૌરી ખાનને રાહત આપવામાં આવી છે. નીચલી કોર્ટના હુકમ પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે.

નીચલી કોર્ટના હુકમ પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. નીચલી કોર્ટે લતીફના પરિવારને પક્ષકાર તરીકે જોડાવા હુકમ કર્યો હતો. અરજદાર મુસ્તાક ના મૃત્યુ બાદ પરિવારને પક્ષકાર બનાવ્યો હતો. આ મામલે શાહરૂખ ખાનના વકીલે જણાવ્યું હતું કે, 'અરજદારના મૃત્યુ બાદ દાવાની અરજી ટકવા પાત્ર નથી.'હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે કે, નીચલી અદાલતમાં હુકમ પર 20 જુલાઈ સુધી રોક લગાવવામાં આવે છે. આ ઉપરાંત હાઈકોર્ટે લતીફના વારસદારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 20 જુલાઈએ હાથ ઘરાશે. શાહરૂખના વકીલની રજૂઆત હતી કે, 'ફરિયાદીના નિધન બાદ દાવાની અરજી ટકવા પાત્ર રહેતી નથી. જેથી આ અરજીમાં ફરિયાદીના વારસદારને પક્ષકાર બનાવવાની મંજૂરી આપતો નીચલી અદાલતે હુકમ અયોગ્ય છે.'ચાલુ વર્ષે એપ્રિલ માસમાં સિવિલ કોર્ટે આ અરજીને સ્વીકારેલી. કેસની વિગત એવી છે કે, ડોન લતીફના પુત્ર મુસ્તાકે રઈસ ફિલ્મના અભિનેતા, નિર્માતા સામે વર્ષ 2016માં અમદાવાદ સિવિલ કોર્ટમાં રૂ. 101 કરોડના માનહાનિના દાવાની અરજી કરી હતી.

Tags:    

Similar News