વડોદરા : ધ કાશ્મિર ફાઇલ્સના ડાયરેક્ટરે પહોચ્યા વડોદરા, સરકારી સિસ્ટમથી માંડી ફિલ્મની વાતો કરી

Update: 2023-04-19 08:03 GMT

વિવેક અગ્નિહોત્રી પધાર્યા વડોદરા

કહ્યું, ઓસ્કાર મેળવવા માટે ખિસ્સામાં 100 કરોડ જોઇએ

ધ કાશ્મીર ફાઇલ્સ કેવી રીતે બનાવી તેના પર કરી ચર્ચા

કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ઓસ્કાર ના મળ્યો તેનું દુઃખ નથી

બૉલીવુડના ધ કાશ્મિર ફાઇલ્સના ડાયરેક્ટર વડોદરાની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે અનેક ફિલ્મો વિષે વાત કરી હતી. અને કહ્યું, કે ઓસ્કાર મેળવવા માટે ખિસ્સામાં 100 કરોડ જોઇએ, દારૂની પાર્ટીઓ સાથે લોબીંગ કરવું પડે.

બૉલીવુડના ડાયરેક્ટર વિવેક અગ્નીહોત્રીએ વડોદરાની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે પત્રકાર સભામાં તેમની ફિલ્મ વિષે જણાવ્યું હતું કે, ઓસ્કાર મેળવવા માટે ખીસ્સામાં 100 કરોડ જોઇએ. અમેરીકામાં લોબીંગ કરવું પડે છે. દારુની પાર્ટીઓ કરવી પડે. કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ઓસ્કાર મળ્યો નથી, તેનું મને દુઃખ નથી. લોકો ઓસ્કારને ભૂલી જશે. પરંતુ, દસ વર્ષ પછી પણ કાશ્મિર ફાઇલ્સને ભૂલશે નહિં.

ડાયરેક્ટર વિવેક અગ્નીહોત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હું એવી ફિલ્મો બનાવવામાં માંગુ છું. જેનો ઇતિહાસ ભૂલાઇ ગયો હોય. કાશ્મિર ફિલ્મ બનાવવા માટે 600 થી 700 લોકોને મળ્યો હતો. તેમની વેદનાઓ સાંભળી હતી. લોકોના મળ્યા બાદ જે વિગતો મળી તેમાંથી નિચોડ કાઢીને ફિલ્મ બનાવી છે. કાશ્મિર ફિલ્મમાં મુસ્લીમ શબ્દનો ઉપયોગ કર્યો નથી. એકજ વખત ઉપયોગ થયો છે. છેલ્લા ચાર વર્ષથી દિલ્હી ફાઇલ્સ ઉપર કામ ચાલી રહ્યું છે. દિલ્હી ફાઇલ્સ પર અમે ચાર વર્ષ થી સંશોધન કરી રહ્યા છે.ભાગલા પર વિચારધારા કલકત્તા થી શરૂ થઈ હતી. જેના પર આધારિત દિલ્હી ફાઇલ્સ હશે. વડોદરા નજીક આવેલ પારુલ યુનિવર્સિટીમાં શરૂ થયેલા ફેશન ઇઝાઇન અને ફિલ્મ ફેસ્ટીવલની શરૂ થયો છે. જેમાં વિવેક અગ્નીહોત્રીએ ભાગ લીધો હતો. તે સાથે તેઓએ ગુજરાતી ફિલ્મ "શુભ યાત્રા" ફિલ્મને શુભેચ્છા આપી હતી. સાથે તેઓએ કોલેજના વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો.

Tags:    

Similar News