નર્મદા : પ્રથમ નોરતે હરસિધ્ધિ માતાના મંદિરે ઊમટ્યું ઘોડાપૂર, દર્શન કરી માઈભક્તોએ ધન્યતા અનુભવી...

આજથી શરૂ થતાં નવલા નોરતાના પ્રથમ નોરતે નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત હરસિધ્ધિ માતાની મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું

Update: 2022-09-26 09:11 GMT

આજથી શરૂ થતાં નવલા નોરતાના પ્રથમ નોરતે નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત હરસિધ્ધિ માતાની મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું, ત્યારે આવો અમે તમને પણ માઁ હરસિદ્ધિની આરતીના દર્શન કરાવીએ...

આજે આસો સુદ એકમ એટલે માઁ શક્તિ આરાધનાનો દિવસ, ત્યારે આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો છે. નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત 443 વર્ષ પહેલા માઁ હરસિધ્ધિ અહીંના રાજવી રાજા વેરીસાલ સાથે ઉજ્જૈનથી સાક્ષાત પધાર્યા હતા, અને એ દિવસ હતો સંવત 1657ની આસોસુદ. નવરાત્રીમાં માઁ હરસિધ્ધિના મંદિરે 9 દિવસ મેળો ભરાય છે. આજના દિવસથી રાજપીપળામાં માઁ હરસિધ્ધિના દરબારમાં લાખો ભાવિકો શીશ ઝુકાવવા આવે છે, અને માઁ સહુની મનોકામના પુરી કરે છે. એટલું જ નહીં વર્ષોથી ચાલતી આવતી પરંપરા અને ઇતિહાસમાં વર્ણવ્યા મુજબમાં હરસિદ્ધિ સાક્ષાત વાઘ પર બિરાજમાન થઇને રાજપીપળા આવ્યા હતા, તેથી આ મંદિરે આજે પણ માઁ હરસિધ્ધિને આજના દિવસે સિંહ પર બેસાડવામાં આવે છે, અને રજવાડી સમયના સોનાના શણગાર પણ માઁ હરસિધ્ધિને પહેરાવવામાં આવે છે, ત્યારે મંદિર ખાતે સવારની આરતીમાં ભક્તોની ભારે ભીડ જામે છે. અહીં માઁ હરસિધ્ધિના મંદિરે જે કોઈપણ ભક્ત પોતાની ઈચ્છા મુજબ મનોકામના રાખે છે, જે માઁ હરસિધ્ધિ પૂર્ણ કરે છે.

Tags:    

Similar News