મહિસાગર: જિલ્લા ન્યાયાલય દ્વારા એક સાથે ૨૨ આરોપીઓ ને સજા ફટકારતો પ્રથમ કિસ્સો

Update: 2021-03-11 08:54 GMT

મહિસાગર જિલ્લા ન્યાયલય દ્વારા બંદોબસ્ત કરી રહેલા પોલીસ જવાન પર હુમલો કરવાના ગુનાંમાં ૨૨ આરોપીને સજા ફટકારવામાં આવી છે.

ગત તારીખ 23 માર્ચ 2016ના રોજ હોળી-ધૂળેટીના બંદોબસ્તમાં પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો તૈનાત હતા તે સમયે રાત્રીના સમયે તોડકી દ્વારા જગવાનો પર મારક હઠીયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ કર્મીઓ તેમજ હોમગાર્ડના જવાનો ગંભીર રીતે ઘવાયા હતા, જે અંગે 56 આરોપીઓ વિરુદ્ધ લુણાવાડા પોલીસ મથકે ગુનો નોંધાતા મહિસાગર જિલ્લા ન્યાયલય ખાતે કાયદાકીય કેસ ચાલવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે રજુ થયેલા પૂરાવા તથા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને મુખ્ય જિલ્લા ન્યાયધિશ એચ. એ. દવે દ્વારા ૫૬ પૈકીનાં કુલ ૨૨ આરોપીઓને ગુનામાં આરોપી સાબિત કરતાં અલગ અલગ સજા ફટકાવામાં આવી છે. જેમા સજા પામેલા દરેક આરોપીઓને કુલ ૫ વર્ષની કેદ તથા અલગ અલગ કલમ હેઠળ કુલ મળીને તમામ આરોપીઓએ કુલ ૨૦,૫૦૦/- દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

તારીખ ૨૩ માર્ચ ૨૦૧૬ના રોજ પોલીસ તથા હોમગર્ડ જવાનો નાના વડદલા ગામે હોળી/ ધુળેટી ના કાયદેસરના બંદોબસ્તમાં ના ફરજ પર હતા તે સમય દરમ્યાન આશરે રાત્રીના ૧૧ કલાકે આરોપીઓએ ગેર કાયદેસરની મંડળી રચી તેમનાં કેટલાકે મારક હથિયારો ધારણ કરી પોલીસતેમજ હોમગાર્ડ જવાનો સાથે મારામારી કારી અહી કેમ આવ્યાં છો અમારે અહી પોલીસ કે બંદોબસ્ત ની જરૂર નથી તેમ કહી ખરાબ વર્તન કરી બે રહમી થી માર મારી ગંભીર ઈજાઓ.

Tags:    

Similar News