“ગાંધી નિર્વાણ દિન”, 30 જાન્યુ, વર્ષ 1948ના રોજ સાબરમતીના સંતનો હતો અંતિમ દિવસ

Update: 2021-01-30 10:00 GMT

વિશ્વને અહિંસા શિખવાડનાર મહાત્મા ગાંધીની છાતીમાં 30 જાન્યુઆરી 1948ના રોજ ત્રણ ગોળી મારવામાં આવી હતી. જેને પગલે થોડી જ મિનિટોમાં તેમણે પ્રાણ છોડ્યા હતા. જોકે મહાત્મા ગાંધીના વિચારો આજે પણ લોકોમાં જીવતા છે.

સમયસર બિરલા હાઉસથી પ્રાર્થના સભામાં પહોંચનારા ગાંધીજીને તા. 30 જાન્યુઆરી 1948ના રોજ થોડું મોડું થઈ ગયું હતું. જ્યાં બિરલા હાઉસ પહોંચતા જ તેમને લેવા ગુરુબચન સિંહ આવ્યા. તેમની સાથે બાપૂ પ્રાર્થના સભા તરફ ચાલવા લાગ્યા. ત્યાં હાજર ભીડે બાપૂનું અભિવાદન કર્યું, ત્યારે જ ભીડમાંથી એક શખ્સ આવ્યો અને તેને ગાંધીજીની સામે હાથ જોડ્યા હતા. ત્યારબાદ તે શખ્સના હાથની વચ્ચે રિવોલ્વર હતી.

જેનાથી નિશાન લઈને એક પછી એક 3 ગોળીઓ ગાંધી બાપૂની છાતીમાં ઉતારી દિધિ હતી, ત્યારે ગાંધીજી ત્યાં જ ઢળી પડ્યા હતા અને તે દરમ્યાન તેમના અંતિમ શબ્દો “હે રામ” હતા. ઘટના બાદ ગાંધીજીને ઉંચકીને અંદર લઈ જવામાં આવ્યાં, જ્યાં થોડા ક્ષણ બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તો બીજી તરફ ગાંધી બાપુ પર ગોળીઓ ચલાવનાર ગોડસેને લોકોએ પકડી પોલીસને સોંપી દેવાયો હતો. સમગ્ર મામલે પોલીસ ગાંધીજીની હત્યાના કેસમાં 8 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.

જેમાં નથુરામ ગોડસે, સહિત અન્ય 7 લોકોના નામ સામેલ હતા. ગોડસે અને આપ્ટેને ગાંધીજીની હત્યાના આરોપમાં દોષી જાહેર કરી તા. 15 નવેમ્બર, 1949ના રોજ ફાંસી આપવામાં આવી હતી. જોકે આ સજા આઝાદ ભારતની પહેલી ફાંસીની સજા હતી. તો, કરકરે, મદનલાલ, ગોપાલ ગોડસે, ડોકટર પરચુરે અને શંકરને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. જોકે વીર સાવરકર વિરૂદ્ધ કોઈ પુરાવા ન મળતા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

Tags:    

Similar News