“ગોધરા કાંડ” : સાબરમતી એક્સપ્રેસ સળગાવવામાં મદદ કરનાર વોન્ટેડ આરોપી 19 વર્ષ બાદ ઝડપાયો, જુઓ આરોપીએ કેવી કરી કબુલાત..!

Update: 2021-02-16 06:12 GMT

વર્ષ 2002ની તા. 27મી ફેબ્રુઆરીના રોજ ગોધરા રેલ્વે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનો ડબ્બો સળગાવવામાં આવ્યો હતો. જેમાં 59 કાર સેવકોના મોત થયા હતા. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા, ત્યારે ટ્રેન સળગાવવાના આ 19 વર્ષ જૂના કેસના વોન્ટેડ આરોપીને પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો છે. રફીક હુસેન ભટુક નામનો આરોપી છેલ્લા 19 વર્ષથી ફરાર ફરતો હતો, જેને પકડવામાં પંચમહાલ પોલીસને મોટી સફળતા મળી છે.

સમગ્ર દેશમાં ચકચારી ગોધરા હત્યાકાંડમાં છેલ્લા 19 વર્ષોથી ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત પોલીસની નજરથી દૂર અને ફરાર ગોધરા કાંડનો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક ક્યારેક ક્યારેક છુપાવેશમાં પોતાના ઘરે ગોધરા પરિવારના સભ્યોને મળવા આવતો હતો. જેની ગુપ્ત બાતમીના આધારે ગોઠવેલા વ્યૂહાત્મક છટકામાં ગત મોડી રાત્રે રફીક હુસેન ભટુક ઘરમાં છુપાયો હોવાથી તેને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો હતો, ત્યારે રફીક હુસેન ભટુકની વધુ પૂછપરછ કરાતા તે છેલ્લાં 19 વર્ષથી દિલ્હી સહિતના અનેક શહેરોમાં ચોકીદાર, મજૂર અને ફેરિયો બનીને સંતાતો ફરતો હોવાનું કબૂલ્યું હતું. રફીક હુસેન ભટુકે ટ્રેન સળગાવવા પેટ્રોલ ભરી આપવાની કામગીરી કરી હતી. જેથી રેલ્વેની પોલીસ ફરિયાદમાં રફીક ભટુકને કોર ગ્રૂપનો મુખ્ય આરોપી દર્શાવાયો હતો. જેમાં તેના પર હત્યાનો પ્રયાસ, કાવતરું ઘડવા જેવા અનેક ગુન્હાઓ નોંધવામાં આવ્યા હતા, ત્યારે હાલ તો આરોપી રફીક ભટુકને વધુ કાર્યવાહી માટે રેલ્વે પોલીસ તંત્રને સોંપવામાં આવશે.

Tags:    

Similar News