અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરનું 100 વર્ષે નિધન

અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરનું 100 વર્ષની વયે નિધન થયું છે. કિસિંજર પૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનના કાર્યકાળ દરમિયાન વિદેશ મંત્રી હતા.

Update: 2023-11-30 06:34 GMT

અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરનું 100 વર્ષની વયે નિધન થયું છે. કિસિંજર પૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનના કાર્યકાળ દરમિયાન વિદેશ મંત્રી હતા. તેઓ એકમાત્ર એવા નેતા હતા જે વિદેશ મંત્રી હોવાની સાથે વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ હતા અને બંને પદ એક સાથે સંભાળ્યા હતા. કિસિંજર 1938માં નાઝી જર્મનીથી ભાગીને એક યહૂદી ઇમિગ્રન્ટ તરીકે અમેરિકા ગયા હતા. હેન્ઝ આલ્ફ્રેડ કિસિંજરનો જન્મ 27 મે, 1923ના રોજ ફર્થ, જર્મનીમાં થયો હતો. યુરોપીયન યહૂદીઓનો ખાતમો કરવાના નાઝી અભિયાન પહેલા તેઓ 1938માં તેમના પરિવાર સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ચાલ્યા ગયા હતા. કિસિંજરે 1943માં અમેરિકન નાગરિકતા મેળવી હતી અને પોતાના નામ સાથે હેનરી જોડી દીધુ હતું. તેઓ યુએસ આર્મીમાં જોડાયા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપમાં સેવા આપી. શિષ્યવૃત્તિ પર તેઓ હાર્વર્ડ યુનિવર્સિટી ગયા, 1952માં માસ્ટર ડિગ્રી અને 1954માં ડોક્ટરેટની પદવી મેળવી. તે પછીના 17 વર્ષ સુધી હાર્વર્ડમાં ફેકલ્ટીમાં રહ્યા હતા.

Tags:    

Similar News