અમરેલી : બારે મેઘ ખાંગા થતાં ધાતરવડી નદીમાં પુર, ડેમ અને જળાશયો છલોછલ

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં મોડી રાતથી વરસાદ પડતા ઘાતરવડી નદીમાં પુર આવ્યું છે

Update: 2021-09-29 10:55 GMT

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં પુર આવ્યાં છે જયારે મોટાભાગના ડેમો છલકાય જતાં દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવી રહયું છે....

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં મોડી રાતથી વરસાદ પડતા ઘાતરવડી નદીમાં પુર આવ્યું છે. પાણીના પુરમાં એક બળદ તણાય ગયો હોવાની વિગતો સામે આવી છે. ખાંભાના પીપળવા , ગીદરડી , ધાવડીયા,લાસા સહિત ગામડાઓમાં 2 થી 4 ઈંચ વરસાદ વરસ્યો છે.ખાંભાના ગામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડવાથી રાયડી ડેમના 4 દરવાજા એક એક ફૂટ ખોલી પાણી છોડવામાં આવી રહયું છે. ખાંભા તેમજ મોટાબારમણ, ભૂંડની , ત્રાકુડા, ડેડાણ સહિત ગામોમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહયો છે.રાયડી ડેમના 4 દરવાજા ખોલતા ડેમ નીચેના 7 થી 8 ગામોને એલર્ટ કરી દેવાયાં છે. આ ઉપરાંત વડિયાનો સુરવોડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યાં છે.

ભારે વરસાદના પગલે સાકરોળી ડેમ ઓવરફ્લો થયો છે. ઘણા સમય બાદ ડેમ છલકાતા ખેડુતોને સિંચાઇ માટે પુરતુ પાણી મળી રહેશે. સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદના કારણે જળબંબાકાર થઇ ગયું છે. ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં પાકને નુકશાન થવાની શકયતાઓ વધી છે.

Tags:    

Similar News