લોકસભાની ચૂંટણી નજીક આવતા જોડતોડની રાજનીતિ તેજ બની, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત 1500 કાર્યકરો ભાજપમાં ભળ્યા

કોંગ્રેસનાં નેતા અને સાબર ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ પોતાના સાથે પાર્ટીનાં 400 સ્થાનિક કાર્યકરોને ભાજપમાં જોડાયા

Update: 2024-01-24 14:43 GMT

લોકસભાની ચૂંટણી નજીક આવતાજ પહેલાજ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે ગાંધીનગરમાં કમલમ ખાતે 1,500 જેટલા નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસને બાય-બાય કહીને ભાજપ ભળી ગઈ છે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમા કોંગ્રેસનાં 1500 નેતાઓ ભાજપમાં જોડાયા.છે. કોંગ્રેસનાં નેતા અને સાબર ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ પોતાના સાથે પાર્ટીનાં 400 સ્થાનિક કાર્યકરોને ભાજપમાં લઈ ગયાં છે. જ્યારે મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીત ઠાકોર પણ ભાજપમાં જોડાયા છે. કાર્યક્રમનું સંબોધન કરતા સી.આર.પાટીલે કહ્યું કે, "ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા તે કામ પૂર્ણ થયા છે. જે ભાજપમાં જોડાયા છે તે કોઈ નિરાશ નહીં થાય ખાત મુહૂર્ત થયા તે કામ પૂરાં કર્યાં.

Tags:    

Similar News