ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 874 કોરોના કેસ નોંધાયા, 1030 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 874 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 1030 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.63 ટકા નોંધાયો

Update: 2022-08-02 16:46 GMT

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 874 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 1030 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.63 ટકા નોંધાયો છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે રાજ્યમાં નવા 874 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 287 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10971 પર યથાવત છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 287, વડોદરા કોર્પોરેશન 92, ગાંધીનગર કોર્પોરેશન 41, વડોદરા 28, મહેસાણા 37, સુરત કોર્પોરેશન 35, ગાંધીનગર 34, રાજકોટ કોર્પોરેશન 31, પાટણ 26, કચ્છ 25, રાજકોટ 25, બનાસકાંઠા 21, મોરબી 19, સુરત 18, ભાવનગર કોર્પોરેશન 16, નવસારી 15, સાબરકાંઠા 14, આણંદ 13, વલસાડ 13, અમરેલી 12, જામનગર કોર્પોરેશન 9, અમદાવાદ 8, ભરૂચ 8, અરવલ્લી 6, ગીર સોમનાથ 6, ખેડા 6, પંચમહાલ 6, જામનગર 4, સુરેન્દ્રનગર 3, જૂનાગઢ 2, પોરબંદર 2, બોટાદ 1, તાપીમાં 1 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 6257 એક્ટીવ કેસ છે જે પૈકી 13 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 6244 સ્ટેબલ છે.

રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,39,423 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10971 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,28,820 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,71,16,059 લોકોનું રસીકરણ થયું છે.

Tags:    

Similar News