AAPએ ઉમેદવારોની 9મી યાદી કરી જાહેર, વધુ 10 ઉમેદવારોને ઉતાર્યા મેદાનમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની નવમી યાદી જાહેર કરી

Update: 2022-11-03 13:31 GMT

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની નવમી યાદી જાહેર કરી છે. ગુજરાત વિધાનસભાની 10 બેઠકો માટે આ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભાવનગર પૂર્વ, સુરત પૂર્વ, અમદાવાદની જમાલપુર-ખાડિયા સહિતની કુલ 10 સીટો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાની કલોલ બેઠક પર કાંતિજી ઠાકોર, અમદાવાદ શહેરની દરિયાપુર બેઠક પર તાજ કુરેશી, જમાલપુર ખાડિયા બેઠક પર હારુન નાગોરી, દસાડા બેઠક માટે અરવિંદ સોલંકી, પાલિતાણા બેઠક માટે ડૉ. ZP ખેની, ભાવનગર પૂર્વ બેઠક માટે હમીર રાઠોડ, પેટલાદ બેઠક માટે અર્જૂન ભરવાડ, નડિયાદ બેઠક માટે હર્ષદ વાઘેલા, હાલોલ બેઠક પર ભરત રાઠવા અને સુરત પૂર્વ બેઠક માટે કંચન જરીવાલાને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે.




 


Tags:    

Similar News