અમદાવાદ: ભાજપે સીએમ બદલ્યા, જનતા સરકાર બદલસે: ભરતસિંહ સોલંકી; કોંગ્રેસે લગાવ્યા સરકાર પર આરોપ

કોંગ્રેસના ભાજપ સરકાર પર ગંભીર આરોપ, રાજ્યમાં કોરોનાના 31,850 સ્વજન ગુમાવ્યા.

Update: 2021-09-21 10:17 GMT

2022ની વિધાનસભાની ચૂંટણી સામે આવતા રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહી છે ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપે સીએમ બદલ્યા છે, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા સરકાર બદલસે.

2022ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પણ એક્શન મોડમાં આવી છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, ભાજપ સરકારે સીએમ બદલ્યા છે ત્યારે હવે ગુજરાતની જનતા 2022માં સરકાર બદલસે.

આ સાથે જ કોવિડના દર્દીઓની તમામ મેડિકલ-હોસ્પિટલના ખર્ચની રકમની ચુકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસની માગ પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી ખુલ્લી પડી ગઈ છે, સરકારી ચોપડે 10,081 લોકોના કોરોનાથી મોત થાય છે, પણ 31,850 સ્વજન ગુમાવ્યા હોવાના ફોર્મ કોંગ્રેસને મળ્યા છે.

તેઓએ આક્ષેપ કર્યો હતો કે, વ્યવસ્થાનો અભાવ અને બેદરકારીના પરિણામે ગુજરાતમાં 2.81 લાખ જેટલા નાગરિકો મોતને ભેટ્યાનું હાવર્ડના સંશોધનમાં બહાર આવ્યું છે. આ સંસ્થાગત હત્યા બીજી લહેર માં ઓક્સિજન, રેમડેસિવીરના કાળા બજાર કારણે પરિવારજનોને સ્વજન ગુમાવવા પડયા હતા.

Tags:    

Similar News