અમદાવાદ: તંત્ર દ્વારા સૌથી વ્યસ્ત ગણાતા જમાલપુર બ્રિજની કામગીરી શરૂ,એક બાજુનો રસ્તો 2 મહિના સુધી બંધ

જમાલપુર બ્રિજ ૨ મહિના સુધી બ્રિજ પરિવહન માટે વારાફરથી બંને તરફના રસ્તા એક પછી એક બંધ કરાશે

Update: 2021-11-29 08:21 GMT

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અલગ અલગ બ્રિજના જૉઇનના સમારકામ શરુ કરવામાં આવ્યા છે જે અંતર્ગત શહેરના સૌથી વ્યસ્ત ગણાતા જમાલપુર બ્રિજની કામગીરી શરુ કરી દેવામાં આવી છે જેના પગલે બ્રિજનો એક બાજુનો રસ્તો 2 મહિના સુધી બંધ રહેશે..

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જમાલપુર સરદાર બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.૨ મહિના સુધી બ્રિજ પરિવહન માટે વારાફરથી બંને તરફના રસ્તા એક પછી એક બંધ કરાશે. બ્રિજના એક્સપાન્શન જોઇન્ટ અને ડેમેજ રોડનું સમારકામ કરવામાં આવશે .ઉત્તરાયણ સુધીમાં કામગીરી પુરી કરવામાં આવશે.જમાલપુરના સરદાર બ્રિજનું નિર્માણ ૧૯૬૦ માં થયું હતું॰ જ્યારે બીજી તરફનો બ્રિજ ૨૦૦૪ ની આસપાસ બન્યો હતો . સામાન્ય રીતે દરેક બ્રિજના એક્સપાન્સન જોઈન્ટના સમારકામ ૧૦ વર્ષે કરવાની જરૂર પડતી હોય છે અગાઉ નહેરુ બ્રિજ અને ચામુંડા બ્રિજના એક્સપાન્સન જોઇન્ટનું સમારકામ કરવામાં આવ્યું હતું.મહત્વનું છે કે નદી ઉપરના અન્ય બ્રિજની સરખામણીએ સરદાર બ્રિજના રોડની સ્થિતિ વધુ ઉબડ – ખાબડ છે . અગાઉ રોડ ઉપર પેચવર્ક ના નામે મરાયેલા થીગડાંને કારણે વાહનમાં જર્ક લાગે છે .એક્સપાન્શન જોઇન્ટ સાથે રોડનું પણ સમારકામ કરાશે

Tags:    

Similar News