અમરેલી : બાબરકોટ ગામેથી પાંજરે પુરાયેલ હુમલાખોર સિંહણનું સારવાર દરમ્યાન મોત, વન વિભાગે પુષ્ટી કરી

અમરેલીના બાબરકોટ ગામે ગત તા. 17 જુલાઇના રોજ સિંહણે વન વિભાગના કર્મચારીઓ સહિત 6 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો.

Update: 2022-07-20 10:03 GMT

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામેથી પાંજરે પુરાયેલ હુમલાખોર સિંહણનું સારવાર દરમ્યાન મોત થયું હોવાની વન વિભાગના અધિકારીઓએ પુષ્ટી કરી છે.

અમરેલીના બાબરકોટ ગામે ગત તા. 17 જુલાઇના રોજ સિંહણે વન વિભાગના કર્મચારીઓ સહિત 6 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. સિંહણના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ હુમલાખોર સિંહણને પાંજરે પુરવા ગ્રામજનો દ્વારા માંગ ઉઠી હતી. તેવામાં વન વિભાગના કર્મચારીઓએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 23 કલાકની ભારે જહેમત બાદ હુમલાખોર સિંહણને પકડવામાં સફળતા મળી હતી, ત્યારે સિંહણ પાંજરે પુરાતા જ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. તો બીજી તરફ હુમલાખોર સિંહણનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. આ સિંહણને બાબરકોટ સ્થિત એનિમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. શેત્રુજી વન વિભાગના અધિકારીઓએ સિંહણના મોત અંગે પુષ્ટી કરી છે, ત્યારે હાલ તો મૃતક સિંહણના પોસ્ટમોર્ટમ બાદ તેની અંતિમ ક્રિયા સાથે દફન વિધિ કરવામાં આવશે.

Tags:    

Similar News