અમરેલી : બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે દરિયાકાંઠા વિસ્તારોમાં કરી સમિક્ષા...

દરિયા કાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર પીપાવાવ પોર્ટ કિનારે સમીક્ષા કરવા પહોંચ્યા હતા.

Update: 2023-06-12 12:35 GMT

અમરેલી જિલ્લાના દરિયા કાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર પીપાવાવ પોર્ટ કિનારે સમીક્ષા કરવા પહોંચ્યા હતા.

બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે અમરેલી જિલ્લાના દરિયા કાંઠા વિસ્તારોની સમીક્ષા કરવા ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર રાજુલાના પીપાવાવ પોર્ટ કિનારે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ કોસ્ટ ગાર્ડ, પ્રાંત કલેકટર, ડીવાયએસપી, મામલતદાર સહિતના અધિકારીઓ સાથે વાત કરીને શિયાળ બેટ, ચાંચ બંદર, વિક્ટર અને પીપાવાવ પોર્ટ સહિતની માહિતીઓ મેળવી હતી. તો બીજી તરફ, દરિયાઈ સુરક્ષા કરતા જવાનોને પોલીસ તંત્રએ એલર્ટ રાખી અસરગ્રસ્ત ગામડાઓમાં પોલીસ સાથે મેડિકલ ટીમો ખડેપગે તૈનાત કરાય છે.

Tags:    

Similar News