અમરેલી : સાવરકુંડલામાં રૂ. 2.75 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ટ્રસ્ટના કર્મચારીએ જ રચ્યું હતું તરકટ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ધોળા દિવસે થયેલ રૂપિયા 2.75 લાખની લૂંટનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢ્યો છે.

Update: 2022-05-07 16:15 GMT

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ધોળા દિવસે થયેલ રૂપિયા 2.75 લાખની લૂંટનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢ્યો છે. જેમાં પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ 2,69,880 રૂપિયા રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગતરોજ સાવરકુંડલા શહેરમાં શ્રી વિધા ફાઉન્ડેશનના ટ્રસ્ટીએ આરોગ્ય મંદિરના કર્મી પાસેથી અજાણ્યા શખ્સોએ રૂપિયા 2.75 લાખની લૂંટ ચલાવી હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે આગવી ઢબે કેટલાક ઇસમોની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં સાવરકુંડલાના મારુતિનગરના વિશાલ કાળું રાઠોડ નામના વ્યક્તિની પૂછપરછ કરતાં તે પોલીસ તે પડી ભાંગ્યો હતો. આર્થિક તંગીના કારણે મનમાં લાલચ જાગતા ટ્રસ્ટની માલિકીના પૈસા અલગ જગ્યાએ છુપાવી કર્મચારીએ પોતે જ લૂંટ થઈ હોવાનું તરકટ રચ્યું હતું. ટ્રસ્ટ સાથે વિશ્વાસઘાત કર્યાની વિશાલ રાઠોડે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. હાલ તો પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ 2,69,880 રૂપિયા રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News