અમરેલી : લીલીયાના નાના રાજકોટ ગામે વૃદ્ધની હત્યા બાદ થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, દાહોદના 2 શખ્સોની ધરપકડ...

લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામમાં થયેલ લૂંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલી પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2022-10-01 10:11 GMT

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામમાં થયેલ લૂંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલી પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અમરેલીના લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામે એક પખવાડિયા પહેલા કેટલાક અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે વૃદ્ધની ધોકા મારીને હત્યા કરી હતી. સાથે જ વૃદ્ધના પત્નીને પણ ધોકાઓ વડે મરણતોલ ઇજાઓ પહોચાડી હતી. ત્યાર બાદ લૂંટારુઓ સોના-ચાંદીના ઘરેણાં, રોકડ રકમ અને બાઇકની ચોરી કરી નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ટેક્નિકલ સોર્સ વડે લૂંટારુંઓનું પગેરું મેળવવા અમરેલી LCB પોલીસને સફળતા મળી હતી. પોલીસે લૂંટ વિથ મર્ડરની ઘટનામાં 3 આરોપીઓ પૈકી 2 આરોપીની ધરપકડ કરી છે. અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહએ જણાવ્યુ હતું કે, લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપનાર દાહોદના ટીપું ઉર્ફે કનું બામણીયા, પ્રકાશ ઉર્ફે સૂરીયો રાવતની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક ફરાર આરોપી પુનિયા ગણવાની પણ વહેલી તકે ધરપકડ કરી લેવામાં આવશે.

Tags:    

Similar News