અમરેલી : વડિયાના ગ્રામ સરપંચની પહેલ, અલાયદા સારવાર કેન્દ્રમાં લમ્પિગ્રસ્ત પશુઓની સારવાર શરૂ કરી

સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે લમ્પિ વાયરસ પગપેસારો કરી રહ્યો છે. લમ્પિ વાયરસનો કહેર વધતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.

Update: 2022-08-24 09:07 GMT

અમગ્ર રાજ્યમાં લમ્પિ વાયરસના વધતાં કહેર વચ્ચે હજારો પશુના મોત નિપજ્યાં છે, ત્યારે અમરેલીના વડિયા ગામના સરપંચ દ્વારા અલાયદું સારવાર કેન્દ્ર ઉભું કરી લમ્પિગ્રસ્ત પશુઓને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.

સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે લમ્પિ વાયરસ પગપેસારો કરી રહ્યો છે. લમ્પિ વાયરસનો કહેર વધતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. લમ્પિ વાયરસના કારણે રાજ્યમાં ઘણા પશુઓ અસરગ્રસ્ત થયા છે. આ વાયરસના કારણે હજારો પશુઓ મોતને પણ ભેટ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના વડિયા ગામના સરપંચ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં લમ્પિગ્રસ્ત પશુઓ માટે અલાયદું સારવાર કેન્દ્ર ઉભું કરાયું છે, જ્યાં વડિયા વિસ્તારના લમ્પિગ્રસ્ત પશુઓને આયુર્વેદિક ઔષધિનો ધુમાડો આપી યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત લમ્પિગ્રસ્ત પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વડિયાના સરપંચ મનીષ ઢોલરીયા દ્વારા આજુબાજુના ગામડાઓમાં જો કોઈ લમ્પિગ્રસ્ત પશુઓ હોય તો વડિયા સ્થિત પશુ સારવાર કેન્દ્ર ખાતે મોકલવા અનુરોધ કરાયો છે.

Tags:    

Similar News