આણંદ : ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં ફાટ્યો ગેસનો બોટલ, 5થી વધુ લોકોને ઈજા

ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં ગેસનો બોટલ ફાટ્યો, મકાનમાં આગ લાગવાથી લોકોમાં મચી ભારે નાસભાગ.

Update: 2021-09-03 09:06 GMT

આણંદ જીલ્લાના ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં અચાનક ગેસનો બોટલ ફાટતા ભારે અફરાતફરી સર્જાય હતી. બનાવના પગલે 5થી વધુ લોકોને ઈજા પહોચતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ એક મકાનમાં એકાએક ગેસનો બોટલ ફાટવાની ઘટના સર્જાય હતી, ત્યારે મકાનમાં આગ લાગવાથી આસપાસના લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા જ નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.

સમગ્ર ઘટનામાં ફાયર જવાન સહિત 6 જેટલા લોકોને નાનીમોટી ઇજાઓ પહોચી હતી, ત્યારે આજ્ઞા કારણે દાઝેલા તમામ લોકોને સારવાર અર્થે ઉમરેઠના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જોકે, આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. પરંતુ વહેલી સવારે મકાનમાં રસોઈ બનાવની તૈયારી કરવામાં આવી રહી હોય, ત્યારે ગેસનો બોટલ ફાટવાનો બનાવ બન્યો હોય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Tags:    

Similar News