અરવલ્લી:નકલી બિયારણના કારણે ખેડૂતો મુશ્કેલીમાં, કંપની સામે કાર્યવાહીની માંગ

અરવલ્લી જિલ્લાના પાટનગર મોડાસા પંથકમાં નકલી બિયારણના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

Update: 2023-12-11 07:43 GMT

અરવલ્લી જિલ્લાના પાટનગર મોડાસા પંથકમાં નકલી બિયારણના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

અરવલ્લી જિલ્લાના પાટનગર મોડાસા પંથકના અફસાબાદ ગામમાં ગામના 5 જેટલા ખેડૂતોએ ચાલુ વર્ષે ખેતી માટે પેપ્સી ફાઈવ નામની કંપનીના બટાકાના વાવેતર માટે મોંઘું વિયારણ ખરીદી લાવી તેનું વાવેતર કર્યું હતું પરંતુ વાવેતર કર્યાના એક માસ જેટલો સમય વીતવા છતાં માત્ર 20 ટકા જ તેનો ઉછેર થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.પેપ્સી ફાઈવ નામના બિયારણના કટ્ટા દીઠ 1425 રૂપિયા રકમ ચૂકવી તેનું પાંચ જેટલા ખેડૂતોએ 15 જેટલા વિધા ખેતરમાં વાવેતર કર્યું હતું પરંતુ પાક નિષ્ફળ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ ખેતરમાં વાવેલ વાવેતરમાં પાક ઉખાડી ફેકવાનો નિર્ણય કર્યો છે.હાલ નકલી બિયારણના કારણે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવતા ખેડૂતોએ આવી કંપની સામે કાર્યવાહી કરવા તંત્ર પાસે માગણી કરી હતી

Tags:    

Similar News