અરવલ્લી:મોડાસા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક, ગ્રામજનોમાં ફફડાટ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. દીપડાએ પશુબાળનો શિકાર કરતા ફફડાટ ફેલાય જવા પામ્યો છે

Update: 2023-05-02 11:30 GMT

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. દીપડાએ પશુબાળનો શિકાર કરતા ફફડાટ ફેલાય જવા પામ્યો છે

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગોખરવા અને નજીક આજુબાજુના વિસ્તારમાં ચાર દીપડા પાણી, ખોરાકની શોધમાં ભટકતા હોવાની સાથે સમયાંતરે પશુઓનું મારણ કરતા હોવાથી ખેડૂતો સહીત લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.ભાટકોટા પંથકમાં દીપડાની દહેશતથી ખેડૂતો અને પશુપાલકો ચિંતિત બન્યા છે.ગોખરવા ગામમાં એક જ ખેડૂતના તબેલામાં ત્રાટકી વધુ એક વખત વાછરડાનું મારણ કરતા ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું છે.એક મહિનામાં એક જ ખેડૂતના બે વાછરડાનું દીપડાએ મારણ કરતા ખેડૂત પરિવારને તંત્ર દ્વારા સહાય ચુકવવામાં આવે એવી માંગ પ્રબળ બની છે.

Tags:    

Similar News