અરવલ્લી : અંતરિયાળ ગામડાઓ પાણીની સુવિધાઓથી વંચિત, યોજનાની વાતો સરકારી ચોપડે જ સિમિત..!

અંતરિયાળ ગામડાઓમાં હજુ સુધી સરકારી પ્રાથમિક સુવિધાઑ પ્રાપ્ત થઈ નથી જેને લઈને સ્થાનિકોએ પાણી માટે વલખાં મારવા પડે છે.

Update: 2022-03-31 07:20 GMT

અરવલ્લી જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પોકાર શરૂ થઇ જાય છે, પહેલા તો જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાતી હતી, હવે તો કલેક્ટર કચેરીથી માત્ર 9 કિ.મી.ના અંતરે આવેલ મોડાસા તાલુકાના અમલાઈ ટાંડા ગામે જ પાણીનો પોકાર પડી રહ્યો છે. માતા-બહેનો 42 ડિગ્રી તાપમાનમાં માથે ઘડો અથવા તો માટલા મુકીને પાણી લાવવાની ભરવા જાય છે.

મોડાસા તાલુકાના અમલાઈ ટાંડા ગામની વસ્તી અંદાજે 3500 થી 4000ની છે, પણ પાણીની પળોજણ વચ્ચે લોકોએ પીસાવાનો વારો આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલનની બેઠકમાં પાણીની સમસ્યાઓ હલ કરવાને લઇને સૂચનાઓ આપવામાં આવે છે, તેમ છતાં પાણીની સમસ્યાનું કોઇ જ નિરાકરણ આવતું નથી. પાણી ખરેખર નળથી આપવા લોકમાંગ ઉઠી છે .

Tags:    

Similar News