બનાસકાંઠા: નડાબેટ પર જોવા મળશે અટારી અને વાઘા બોર્ડર જેવો નજારો,અમિત શાહ શરૂ કરાવશે સીમા દર્શનનો કાર્યક્રમ

જેમ અટારી અને વાઘા બોર્ડર પર BSFના જવાનોની દેશભક્તિ અને જુસ્સાને નિહાળી શકો છો તેવી જ વ્યવસ્થા હવે ગુજરાતના નડાબેટ સીમા ખાતે ઉભી કરવામાં આવી છે.

Update: 2022-04-08 11:05 GMT

જેમ અટારી અને વાઘા બોર્ડર પર BSFના જવાનોની દેશભક્તિ અને જુસ્સાને નિહાળી શકો છો તેવી જ વ્યવસ્થા હવે ગુજરાતના નડાબેટ સીમા ખાતે ઉભી કરવામાં આવી છે. એટલે કે ગુજરાતમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર પહેલો સીમા દર્શન પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે. જેને બે દિવસ પછી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ સીમા પોઈન્ટ પર BSFના જવાનો દ્વારા પરેડ કરવામાં આવશે. જેનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહમંત્રી અમિત શાહ કરશે

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, અગામી 10 એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે અને તેઓ નડાબેટ સીમા દર્શન પોઈન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. ઉલ્લેખનીય છે કે, અહીં જમવાનું મળી રહે તે સહિતની વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પોઈન્ટને ચલાવવા માટે એક એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે.આગામી બે દિવસો બાદ ગુજરાતના સુઈ ગામમાં પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની બોર્ડર પર જવાનો ના રૂંવાડા ઉભા કરી દે તેવો જુસ્સો જાહેર જનતાને નિહારવાનો મોકો મળશે તેમજ નાગરિકોને બોર્ડર નજીક જવાની પણ એક અનુભૂતિ કરવા મળશે. ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક આ વિશાળ પોઈન્ટ ઉભો કરવા માટે BSF અને રાજ્યના R&B વિભાગે પણ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ની મદદ કરી છે.આ સ્થળ પર રોજ સાંજે બીએસએફ દ્વારા પરેડ કરવામાં આવશે જ્યાં જવાનોના શૌર્ય અને પ્રવાસીઓ માણી શકશે. 

Tags:    

Similar News