ભરૂચ : સાંઇ રાજ સોસાયટીની ચારે તરફ ગંદકી, લોકોએ અગાસી પર કર્યું વિરોધ પ્રર્દશન

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સાંઇ રાજ સોસાયટીની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કચરાનો નિકાલથી રહીશો ત્રાહિમામ

Update: 2021-06-27 10:46 GMT

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સાંઇ રાજ સોસાયટીની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કચરાનો નિકાલ કરાતો હોવાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. ચારે તરફ ગંદકી ફેલાયેલી હોવાના કારણે સ્થાનિકોએ અગાસી પર જઇ વિરોધ પ્રર્દશન કર્યું હતું....

ભરૂચ શહેરની વધી રહેલી વસતીના કારણે કચરાના નિકાલની પણ સમસ્યા ઉભી થઇ રહી છે પણ કેટલાક બેજવાબદાર લોકો ગમે ત્યાં કચરો નાંખી અન્ય માટે સમસ્યા ઉભી કરતાં હોય છે. આવું જ કઇ ઝાડેશ્વર રોડ પર આવેલી સાંઇ રાજ સોસાયટીમાં જોવા મળી રહયું છે. સોસાયટીની આસપાસ આવેલી ખુલ્લી જગ્યામાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહયાં છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીની ખુલ્લી જગ્યાને ડમ્પીંગ સાઇટ બનાવી દેવામાં આવી છે. કચરાના ઢગલાઓને કારણે રોગચાળો ફેલાવાની ભિતિ સેવાઇ રહી છે..

બીજી તરફ ઝાડેશ્વર ગામ પંચાયતની હદમાં સોસાયટી વિસ્તારોમાં પણ વિકાસના કામોમાં ઓરમાયુ વર્તન રખાતો હોવાના આક્ષેપો થયા છે. જેમાં સાંઇ રાજ સોસાયટી નજીકનું ગળનાળુ છેલ્લાં ૪ વર્ષથી એક તરફનો હીસ્સો ધસી પડ્યો છે. મોડી રાત્રિએ સ્ટ્રીટ લાઇટના અભાવે અકસ્માતના બનાવો બની રહયાં છે. જો આ ગરનાળાનું સત્વરે સમારકામ નહિ કરાવવામાં આવે તો 20થી વધારે સોસાયટીના રહીશોને અવરજવરમાં સમસ્યા ઉભી થઇ છે.

Tags:    

Similar News