ભરૂચ: દેવાલયો અનલોક થતાં ભક્તોનો ધસારો

સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં કોરોનાનો કહેર ઓછો થયો, નિયમોના પાલન સાથે દેવાલયો ખોલવામાં આવ્યા.

Update: 2021-06-12 11:08 GMT

સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં કોરોનાનો કહેર ઓછો થયો છે ત્યારે ભરૂચમાં વિવિધ નિયમોના પાલન સાથે મંદિરો ખોલવામાં આવતા ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ભરૂચ શહેર જિલ્લામાં અનલોકની વધુ છૂટછાટ સાથે બે માસથી બંધ ભગવાનના દ્વાર ભક્તો માટે ખુલતા ભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે.ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થતાં શુક્રવારથી લોકોની આસ્થાના પ્રતીક એવા વિવિધ મંદિરો કોરોના ગાઈડલાઈન સાથે ભક્તો માટે શુક્રવારથી ખુલી ગયા છે. ગાઈડલાઈન મુજબ એક સમયે 50 ભક્તો જ સોસીયલ ડિસ્ટનસીસ સાથે દર્શન કરી શકે છે. વિવિધ મંદિરોમાં સેનેટાઇઝર અને શોશ્યલ ડિસ્ટન્સની જાળવણી માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે ભકતોએ કોવિડ-19ની ગાઈડ લાઇનના પાળ સાથે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Tags:    

Similar News