ભરૂચ : આમોદના વાસણા ગામના સ્મશાનની હાલત અતિ'બિસ્માર, સ્મશાનનું નવીનીકરણ કરવા ગ્રામજનોની માંગ

Update: 2022-12-14 15:18 GMT

આમોદના વાસણાના ગ્રામજનોને ભારે હાલાકી

ગામમાં સ્મશાનની છે અતિશય બિસ્માર હાલત

સ્મશાનનું નવીનીકરણ કરાય તેવી પ્રબળ માંગ

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલ વાસણા ગામની સીમમાં એકમાત્ર સ્મશાનની હાલત ખખડધજ હોવાથી ગ્રામજનોએ આક્ષેપ સાથે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. 10 વર્ષ જૂના સ્મશાનનું સમારકામ નહીં થતું હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો, જ્યારે સ્મશાન તરફ જવા માટેના માર્ગ પર ઝાડી-ઝાંખરાં ઉગી નીકળ્યા છે. તેવામાં સ્મશાનમાં બેસવા માટે બાંકડા અને પાણીની વ્યવસ્થા પણ નહીં હોવાનો આક્ષેપ કર્યો છે. અહી અંતિમ સંસ્કાર માટે આવતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડે છે. સ્મશાનની હાલતને લઈને સરપંચ સહિત ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં ગ્રામજનોને સંતોષકારક જવાબ મળ્યો નથી. જોકે, હવે નવનિયુક્ત વિધાનસભાના ધારાસભ્ય આ મુદ્દે સંજ્ઞાન લઈને ગ્રામજનોના હિતમાં સ્મશાનનું નવીનીકરણ કરાવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

Tags:    

Similar News