ભાવનગર : વડવા તલાવડી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાય, પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ

ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ડ્રેનેજ પ્રશ્ર્ને સ્થાનિકો તેમજ દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.

Update: 2021-06-15 03:56 GMT

ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ડ્રેનેજ પ્રશ્ર્ને સ્થાનિકો તેમજ દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. સત્તા લોલૂપ નેતાઓ ચૂંટણી સમયે માંગણ બનીને મતની ભીખ માંગવા આવે છે અને પછીના 5 વર્ષ સુધી અદ્રશ્ય થઈ જતાં હોવાની ફરિયાદ લોકો કરી રહ્યાં છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી નહિ થતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

વડવા તલાવડીથી રેલવે ફાટક સુધીના વિસ્તારમાં ભૂગર્ભ ડ્રેનેજ લાઈન જામ થઈ જતાં છેલ્લા 10 દિવસથી ગટરના ગંદા પાણી રોડ પર વહે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાંથી ચૂંટાઈ આવતા સત્તાધીશો રાજકીય કિન્નાખોરી રાખી જાણી જોઈને વિકાસ કામો તથા લોક પ્રશ્ર્નોનો ઉકેલ નથી લાવતા, ત્યારે સત્તાધીશોને વારંવાર લેખીત મૌખિક રજૂઆતો કરી છે. આ મામલે નગરસેવકોને પણ અવગત કરાયા છે, પરંતુ નગરસેવકોએ માત્ર આશ્વાસન સિવાય કોઈપણ કાર્ય કર્યું નથી. આ વિસ્તારમાં આવેલી ભૂગર્ભ ગટર લાઈન બદલીને નવી નાખવામા આવે તો જ આ પ્રશ્ર્નોનો ઉકેલ આવે તેમ છે. જો આગામી દિવસોમાં સ્થાનિકોની આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

Tags:    

Similar News