ભાવનગર: તંત્રનું મેગા ડિમોલીશન યથાવત,મોટાપ્રમાણમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સતત ડિમોલિશન સ્વચ્છતા અને રખડતા ઢોરને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે..

Update: 2023-01-27 11:54 GMT

26 જાન્યુઆરીની રજા બાદ ભાવનગર મનપા કમિશનરના જે.સી.બી ફરીથી નવાપરા અને પતિકા આશ્રમ વિસ્તારમાં ફર્યા હતા અને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સતત ડિમોલિશન સ્વચ્છતા અને રખડતા ઢોરને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે છ દિવસથી ભાવનગરના વિવિધ વિસ્તારોમાં મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવી રહ્યા છે..

Full View

ત્યારે 26 જાન્યુઆરીની એક દિવસની રજા બાદ આજે વહેલી સવારથી જ ભાવનગરના નવાપરા વિસ્તાર તેમજ શાકમાર્કેટ વિસ્તારમાં મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ભાવનગર મનપા કમિશ્નરે જણાવ્યું હતું કે શહેરમાં રાહદારીઓ અને ટ્રાફિક ને અડચણ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવશે ભાવનગરમાં એક તરફ ડીમોલિશન થઈ રહ્યું છે અને રાહદારીઓને ચાલવા માટેના રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે છે પરંતુ દબાણો હટતા વાહન ચાલકો પોતાના વાહનો પાર્કિંગ કરીને ફરીથી રસ્તાઓ રાહદારીઓ માટે બંધ કરી રહ્યા છે ત્યારે કમિશનર આગામી સમયમાં ટ્રાફિક પોલીસને આ વાહનો ટોઇનગ કરવા પણ સુચન કરશે

Tags:    

Similar News