ભાવનગર: વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે સ્કાઉટ ગાઈડ અને રોવર રેન્જર દ્વારા નકામા બોક્સમાંથી બનાવ્યા ચકલીના માળા

શહેરના વાઘાવાડી રોડ પર આવેલ દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી

Update: 2023-03-20 07:16 GMT

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યુ છે ત્યારે આજરોજ વિશ્વ ચકલી દીવસની ઉજવણીના ભાગરૂપે દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે ત્રિવિધ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.


શહેરના વાઘાવાડી રોડ પર આવેલ દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જુદી-જુદી 10 શાળાના 250 સ્કાઉટ ગાઈડ બાળકોએ નકામા બોક્ષ માંથી ચકલીના માળા બનાવ્યા હતા, બાળકોને પાણીના કુંડા અને ચણ માટેના ફીડર આપવામા આવ્યા હતા. દર વર્ષે 20 માર્ચે ‘વિશ્વ ચકલી દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે, આજે વિશ્વ ચકલી દિવસે આપણે પણ આ લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા એક નાનો પ્રયાસ કરીયે અને આપણાં ઘરની આસપાસ માળો બનાવી, ચકલીઓને અનુકૂળ વાતાવરણ મળે તેવા પ્રયાસ કરીયે. તેમને પાણી પીવા માટે કુંડાની વ્યવસ્થા અને ખાવા માટે દાણાની વ્યવસ્થા કરીયે અને આ દિવસની ઉજવણી કરીયે.

Tags:    

Similar News