CBSE બોર્ડ ચિંતામાં : કાળઝાળ ગરમીના કારણે CBSE વિદ્યાર્થીઓ માટે નવી ગાઇડલાઇન જાહેર કરાઇ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની બીજા તબક્કાની પરીક્ષા યોજાનાર છે. જે જૂનના મધ્ય સુધી ચાલશે.

Update: 2022-05-02 07:39 GMT

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની બીજા તબક્કાની પરીક્ષા યોજાનાર છે. જે જૂનના મધ્ય સુધી ચાલશે. ત્યારે એક તરફ બાળકોની પરીક્ષા તો બીજી તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી. જેને લઇને CBSE બોર્ડ ચિંતામાં મુકાયુ છે. મહત્વનું છે કે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગના શહેરોમાં 44 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યુ છે. ત્યારે આવી સ્થિતિમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા સંદર્ભે સીબીએસઇએ ગાઇડલાઇન જાહેર કરી છે.

રાજ્યભરમાં પડતી કાળઝાળ ગરમીને કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા સંદર્ભે સીબીએસઇ દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે મુજબ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની ફરજિયાત વ્યવસ્થાનો આદેશ કરવામાં આવ્યો છે. CBSE બોર્ડ દ્વારા વિદ્યાર્થી દીઠ દૈનિક રૂ.2 શાળાઓમાં અપાશે. કાળઝાળ ગરમીથી વિદ્યાર્થીઓની તબિયત ન બગડે તે માટે ખાસ કાળજી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.અહીં ઉલ્લેખનીય છે કે, CBSE આ વર્ષે બોર્ડની પરીક્ષા બે અલગ અલગ તબક્કા માં લઈ રહ્યું છે.

આ પરીક્ષાનો બીજો તબક્કો છે. પ્રથમ તબક્કો ગત વર્ષે નવેમ્બર ડિસેમ્બર મહિના દરમિયાન આયોજિત કરવામાં આવ્યો છે. અહીં બોર્ડ પરીક્ષા મોડમાં આયોજીત થઈ રહી છે. CBSE ની પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં આ વખતે ધોરણ 10 અને 12ની પરીક્ષા એક શિફ્ટમાં કરવાનું વિચારી રહી છે. CBSEએ 50 ટકા સિલેબસ માટે આ પરીક્ષા આયોજિત કરી રહ્યું છે. બાકીના 50 ટકા સિલેબસ માટે પરીક્ષાઓ ગત વર્ષે આયોજિત થઇ ચુકી છે. 

Tags:    

Similar News