પોલીસ અધિકારીઓ સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની મુલાકાત, વાંચો શું આપ્યા આદેશ

આજે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે SP, IG, DIG અને DG કક્ષાના અધિકારીઓ કોલ ઓન માટે પહોંચ્યા હતા.

Update: 2022-12-15 10:44 GMT

આજે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે SP, IG, DIG અને DG કક્ષાના અધિકારીઓ કોલ ઓન માટે પહોંચ્યા હતા. અમદાવાદ પોલીસ કમિશનર સહિતના સિનિયર IPS અધિકારીએ આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે શ્રમિકોને થતી હેરાનગતિ અટકાવવા સૂચન કર્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય-શુભેચ્છા મુલાકાત અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના નેતૃત્વમાં અમદાવાદ શહેર પોલીસના અધિક કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર તેમજ અમદાવાદ શહેરમાં સમાવિષ્ટ વિવિધ પોલીસ ઝોનના નાયબ કમિશનર એ ગાંધીનગરમાં લીધી હતી. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે સમાજના નાનામાં નાના વ્યક્તિઓ સહિત શ્રમિકોને કોઇ ખોટી પરેશાની કે રંજાડ ન થાય તેવી સુદ્રઢ વ્યવસ્થા ઊભી કરવાનું પ્રેરક સૂચન કરાયું હતું. CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જેવા મહાનગરમાં કાયદો વ્યવસ્થાની સંગીન સ્થિતી રહે તથા નાગરિકોને પૂરતી સુરક્ષા-સલામતી નો અહેસાસ થાય તેવી ફરજનિષ્ઠા માટે પોલીસ અધિકારીઓને 'ટીમ અમદાવાદ પોલીસ'ને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અમદાવાદના આંગણે હાલ યોજાઇ રહેલા પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ખાતે આવતા લોકોની સુરક્ષા-સલામતી વ્યવસ્થાની જાણકારી મુખ્યમંત્રીને આપી હતી.

Tags:    

Similar News