દાહોદ:વેસ્ટર્ન રેલવેના કર્મચારીઓનું યોજાયું અધિવેશન, રેલવેના ખાનગીકરણનો વિરોધ

સરકાર જો માંગ નહીં સ્વીકારે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Update: 2022-12-27 13:32 GMT

દાહોદના પરેલ વિસ્તાર ખાતે વેસ્ટર્ન રેલ્વે ઈમ્પલોઈ યુનિયન કર્મચારીઓનું 102મું અધિવેશન યોજાયું હતું જેમાં ગુજરાત ભરમાંથી વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઈ યુનિયનના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્તિથ રહ્યા હતા. અધિવેશન યોજતા પહેલા યુનિયનના પ્રમુખ દ્રારા જણાવવામાં આવ્યું હતું કે 2004 પછી જેટલાં પણ યુવક યુવતીઓ રેલ્વેમાં ભરતી થયા છે તેમના માટે જૂની પેંશન યોજના લાગુ થવી જોઈએ અને તેના માટે દેશના તમામ સરકારી કર્મચારીઓને એકજ પ્લેટફાર્મ ઉપર લાવીને સરકાર સામે મોર્ચો માંડવા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને સરકાર જો માંગ નહીં સ્વીકારે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સાથે જ રેલવેના ખાનગીકરણનો પણ કર્મચારીઓ દ્વાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો..

Tags:    

Similar News