દાહોદ:ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી એક લાખની લાંચ લેતા ઝડપાયા, શિક્ષણ વિભાગમાં ફફડાટ

દાહોદ જિલ્લા ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે એક શિક્ષકની બદલી માટે 5 લાખ રૂપિયાની લાંચની માગ કરી હતી.

Update: 2023-05-08 05:40 GMT

દાહોદ જિલ્લા ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારીને રૂપિયા એક લાખની લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દાહોદ જિલ્લા ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે એક શિક્ષકની બદલી માટે 5 લાખ રૂપિયાની લાંચની માગ કરી હતી. જેમાં ચાર લાખમાં સોદો નક્કી થયો હતો. જે બાદ ફરિયાદીએ બે લાખ રૂપિયા આપી દીધા હતા.

જોકે, બાકીના રૂપિયા લેવા બાબતે વારંવાર ઉઘરાણી કરવામાં આવતા ફરિયાદી નાણા આપવા માંગતો ન હતો. જેથી તેણે ગોધરા એસીબીમાં ફરિયાદ કરી હતી. જેને લઈ છટકુ ગોઠવવામા આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત સંકુલમા જ તેમના સરકારી વાહનમા ફરિયાદીને એક લાખ રુપિયા મુકવા જણાવતા ફરિયાદીએ લાખ રુપિયા ગાડીમાં મુકતાની સાથે જ એસીબીએ પંચો રૂબરૂ નાણા કબજે લઈ મયુર પારેખની ધરપકડ કરી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News