દાહોદ : નળવાઇ ગામે સ્મશાનમાં જવાનો રસ્તો જ નથી, જુઓ કેવી રીતે નીકળી નનામી

દાહોદ અંતરિયાળ ગામડાઓમાંમૃત્યુના કિસ્સાઓમાં મૃતદેહને સ્મશાન સુધી લઇ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Update: 2022-01-12 13:59 GMT

દાહોદના ગરબાડા તાલુકાના નળવાઇ ગામે સ્મશાનમાં જવા માટે પાકો રસ્તો નહિ હોવાથી ડાઘુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં  હજી માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળી રહયો છે. ગરબાડા તાલુકાના નળવાઈ ગામના નાની નળવાઈ ફળિયાથી સ્મશાન જવા માટેનો રસ્તો નહિ હોવાથી મૃત્યુના કિસ્સાઓમાં મૃતદેહને સ્મશાન સુધી લઇ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ગામમાં સ્મશાન જવાનો રસ્તો તો નથી પણ સ્મશાનગૃહનો પણ અભાવ જોવા મળી રહયો છે. રસ્તાની સુવિધા નહી હોવાથી લોકો ખેતરોમાંથી પસાર થઇને સ્મશાન સુધી જાય છે. શિયાળા અને ઉનાળામાં તો રસ્તો ખુલ્લો હોય છે પણ ચોમાસામાં વરસાદ પડે ત્યારે કાચો રસ્તો કીચડમય બની જાય છે. ગામલોકોએ જણાવ્યું કે, વારંવાર રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી તંત્ર તરફથી કરવામાં આવતી નથી.

Tags:    

Similar News