ડાંગ : કોરોના સહિત વિકાસ કામોની સમીક્ષા કરી પ્રભારી મંત્રીએ અધિકારીઓને આપ્યું ઉપયોગી માર્ગદર્શન.

જરૂરિયાતમંદ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવાની તકેદારી દાખવવાની સૂચના ડાંગના પ્રભારી મંત્રી નરેશ પટેલે આપી છે.

Update: 2022-01-08 11:31 GMT

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ઉગતી જ ડામી દેવાની સતર્કતા સાથે, ગ્રામ્ય કક્ષાએ સબ સેન્ટરો, અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કક્ષાએ જ, અસરકારક ટેસ્ટિંગ કરીને જરૂરિયાતમંદ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવાની તકેદારી દાખવવાની સૂચના ડાંગના પ્રભારી મંત્રી નરેશ પટેલે આપી છે. અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારના પ્રાથમિક લક્ષણો ધરાવતા પ્રજાજનોને જરૂર પડ્યે હોમ આઇસોલેશનમા રાખીને, જરૂરી સારવાર માટેની કીટ ઉપલબ્ધ કરાવી તેમની સુવ્યવસ્થા હાથ ધરવાની હિમાયત કરતા મંત્રીએ આરોગ્ય વિષયક મેન પાવર, સાધન સુવિધાની સમીક્ષા હાથ ધરી હતી.

કોરોનાના કહેરને જોતા ઓનલાઇન શિક્ષણને વધુ અસરકારક બનાવવાની સૂચના આપતા મંત્રી નરેશ પટેલે અસરકારક સંદેશા વ્યવહારની પણ હિમાયત કરી હતી. સ્થાનિક રોજગારીને પ્રાધાન્ય આપતા મનરેગાનું સઘન આયોજન કરવાની સૂચના આપતા મંત્રીએ, આંતર રાજ્ય સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લાના શ્રમિકોની, મહારાષ્ટ્ર રાજ્ય તરફની રોજિંદી અવરજવર વેળા અસરકારક ટેસ્ટિંગ, ચેકિંગની તકેદારી દાખવવાની પણ સૂચના આપી હતી. આહવા સહિત વઘઇ, સુબિર, સાપુતારા જેવા મોટા નગરોમા ટેસ્ટિંગ, અને વેક્સિન બુથ ઉભા કરીને પ્રજાજનોના ટેસ્ટિંગ, વેક્સિનની કામગીરીને વધુ તેજ બનાવવાની પણ મંત્રીએ સૂચના આપી હતી.

Tags:    

Similar News