ડાંગ : પૂરગ્રસ્ત ગામ ચિકટિયાની ઉચ્ચધિકારીઓએ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો...

ચિકટિયા ગામે ખાપરી નદીને જોડતા કોતર ઉપર, પટેલ ફળિયા ખાતે ગત બુધવારે ૩થી ૫ દરમિયાન આવેલા ભયંકર ઘોડાપુરે તારાજી સર્જી હતી.

Update: 2022-07-17 03:25 GMT

ગત સપ્તાહે ડાંગ ઉપર ઉતરેલી આસમાની આફતનો તાગ મેળવવા ડાંગના ડુંગરાઓ ખૂંદી રહેલા પ્રશાસનિક અધિકારીઓ અને જન પ્રતિનિધિઓએ ચિકટિયા ગામની જાત મુલાકાત લઈ, પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ચિકટિયા ગામે ખાપરી નદીને જોડતા કોતર ઉપર, પટેલ ફળિયા ખાતે ગત બુધવારે ૩થી ૫ દરમિયાન આવેલા ભયંકર ઘોડાપુરે તારાજી સર્જી હતી. પાણીના પ્રવાહની ઝપેટમા જે કઈ આવ્યુ તે તણખલાની માફક વહી ગયુ હતુ. કુદરતની આ કારમી સ્થિતિમા સંવેદનશીલ જનપ્રતિનિધીઓ અને જિલ્લા અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી હાથ ધરતા ગામે ગામ સર્વે માટેની ટિમો બનાવીને તુરંત ડેટા કલેક્ટ કરવાની ચાલી રહેલી કામગીરીમા સ્થાનિક પદાધિકારીઓ પણ, સરકારના અધિકારીઓ સાથે રહીને, પરિસ્થિતિનુ સાચુ આકલન કરે તે માટે અપીલ કરી હતી. દેવળ ફળિયાના વિધવા લતા પવારે, આંખમાં આંસુ સાથે તેમની આપવીતી વર્ણવતા આ પુરે તેમના ઘરને પણ સંપૂર્ણ તહેસનહેસ કરી દીધુ છે તેમ જણાવી, તેમના ચાર જણના પરિવારને ખાવાના પણ સાંસા પડી ગયા છે તેમ કહ્યુ હતુ. અસરગ્રસ્ત જયરામ પવાર, ઉ.વ.૪૬એ આ પુરમા તેમની ગાય, અનાજ, ઘરવખરી, કબાટ, પલંગ, ટી.વી. ફ્રીજ, કપડા, અગત્યના કાગળો બધુ જ વહી જવા પામ્યુ છે, તેમ જણાવતા, હમણા તેમના પરિવારના પાંચ સભ્યોને ખાવા પીવા સહિત ઉઠવા બેસવાની પણ મુશ્કેલી પડી રહી છે, તેમ જણાવ્યુ હતુ.

Tags:    

Similar News