ડાંગ : આહવા ખાતે પાન ઇન્ડિયા જનજાગૃતિ કાર્યક્રમ-લીગલ સર્વિસ વીકનું સમાપન કરાયું

ગત તા.૨જી ઓકટોબર, ૨૦૨૧થી તા. ૧૪મી નવેમ્બર, ૨૦૨૧ દરમિયાન ડાંગ જિલ્લાના આહવા સ્થિત તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આયોજિત

Update: 2021-11-15 04:24 GMT

ગત તા.૨જી ઓકટોબર, ૨૦૨૧થી તા. ૧૪મી નવેમ્બર, ૨૦૨૧ દરમિયાન ડાંગ જિલ્લાના આહવા સ્થિત તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આયોજિત પાન ઇન્ડિયા જનજાગૃતિ કાર્યક્રમ તથા લીગલ સર્વિસ વીકના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આહવા ખાતે પ્રભાતફેરી સાથે સમાપન કરાયું હતું.

આહવા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા તા. ૧૪/૧૧/૨૦૨૧ના રોજ સવારે ૮:૦૦ કલાકે આહવાના કોર્ટ કેમ્પસથી બંધારપાડાના પેટ્રોલપંપ સુધી સમાપન સમારોહ અંતર્ગત જનજાગૃતિ અર્થે પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું. પોલીસ બેન્ડની સુરવાલીઓ વચ્ચે આયોજિત આ સમાપન કાર્યક્રમમાં ન્યાયપાલિકા સાથે સંકળાયેલા કર્મયોગીઓ જોડાયા હતા.

ઉલ્લેખનિય છે કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નામદાર નાલ્સા, સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન મુજબ ગત તા. ૨/૧૦/૨૦૨૧થી તા. ૧૪/૧૧/૨૦૨૧ દરમિયાન આહવા તાલુકાના તમામે તમામ ગામોમાં અંદાજિત ૧૫૦થી વધુ કાનૂની શિક્ષણ શિબિર આયોજિત કરવામાં આવી હતી. જેમાં નિષ્ણાંત તજજ્ઞો દ્વારા કાયદાકિય જાણકારી આપવા સાથે, જનજાગૃતિ અર્થે સાહિત્યનું પણ વિતરણ કરાયું હતું.

Tags:    

Similar News