સમગ્ર રાજયમાં કાતિલ ઠંડીનો અનુભવ, હજુ 2-3 દિવસ તૈયાર રહેજો !

ઉત્તર ભારતમાં હિમવર્ષા અને સૂકો ઠંડો પવન ફૂંકાતાં હાડ થિજવતી ઠંડીની અસર જોવા મળી રહી છે ત્યારે રાજ્યવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા હતા

Update: 2023-01-16 07:10 GMT

ઉત્તર ભારતમાં હિમવર્ષા અને સૂકો ઠંડો પવન ફૂંકાતાં હાડ થિજવતી ઠંડીની અસર જોવા મળી રહી છે ત્યારે રાજ્યવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા હતા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જવાને કારણે હિમાલય તરફથી આવતા સીધા પવન ગુજરાતના અમદાવાદ સહિત મોટા ભાગનાં શહેરોમાં કડકડતી ઠંડી પડી નોંધાઈ હતી. ઠંડા પવનને કારણે અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડીગ્રીએ પહોંચી ગયો હતો. નલિયામાં સૌથી વધુ 1 ડીગ્રી ઠંડી નોંધાઈ હતી. આ સિવાય 10 શહેરમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રીથી નીચે નોંધાયું હતું. હજુ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન મોટા ભાગનાં શહેરોમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે, જેથી અમદાવાદમાં સીઝનમાં ત્રીજી વખત ઠંડીનો પારો 10 ડીગ્રી નીચે પહોંચ્યો છે. અમદાવાદના તાપમાનમાં સાડા પાંચ ડીગ્રીનો ઘટાડો થતાં લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. ડીસા, પાટણ અને મહેસાણા શહેરમાં ઠંડી 9 ડીગ્રીથી નીચે અને હિંમતનગર તથા મોડાસાનું તાપમાન 11 ડીગ્રીથી નીચે રહેતાં ઉત્તર ગુજરાત થથરી ઊઠ્યું છે. છેલ્લા 2 દિવસથી ઉત્તર ગુજરાત પરથી પસાર થતા ઠંડીના મોજાએ સામાન્ય જનજીવનને ભારે અસર કરી છે. મોટા ભાગના લોકો સૂર્યોદય બાદ પણ સૂર્યનાં કિરણો આકરા બને એની રાહ જોઇ ઘરોમાં પુરાઇ રહેવા મજબૂર બન્યા છે. એવી જ રીતે સૂર્યાસ્તની સાથે લોકો ઘરોની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

Tags:    

Similar News