સતત બીજી વખત સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સમાં ગુજરાત પ્રથમ સ્થાને

Update: 2021-09-22 05:06 GMT

ગુજરાતે ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા આપવામાં આવતા સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સમાં દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ગુજરાતે 2020-21ના સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સમાં 72 ટકા મેળવીને દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની આ સિદ્ધિ મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ખોરાક ઔષધ નિયમન તંત્ર અને આરોગ્ય વિભાગને આ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અભિનંદન પાઠવ્યા છે.

ભારત સરકાર દ્વારા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્ષ માટેના જે માપદંડો-ધારાધોરણો નિયત કરવામાં આવ્યા છે. તેમાં ઓવરઓલ પર્ફોમન્સ ઓન ફૂડ સેફ્ટી ના આધારે રાજ્યો અને શ્રેષ્ઠતાના ક્રમ આપવામાં આવે છે. આ માપદંડમાં ફૂડ સેમ્પલીંગ, ટેસ્ટીંગ, લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર, કોમ્પ્લાયન્સ, ટ્રેનિંગ, લાયસન્સ અને રજીસ્ટ્રેશન અને રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે. ગુજરાતે આ બધા જ માપદંડ અને ધારાધોરણોમાં શ્રેષ્ઠતા પુરવાર કરીને ભારત સરકાર દ્વારા આપવામાં આવતા આ એવોર્ડ મેળવ્યો છે. ગુજરાતે આ પ્રથમ ક્રમ સતત બીજા વર્ષે પણ જાળવી રાખ્યો છે અને 2019-20ના સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સમાં પ્રથમ ક્રમ મેળવ્યા બાદ 2020-21માં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે કેન્દ્રીય મનસુખ માંડવીયાએ આ એવોર્ડ એનાયત કર્યો હતો.

Tags:    

Similar News