ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2023ના કેલેન્ડરનું વિમોચન કર્યું, જુઓ આ કેલેન્ડરમાં શું છે ખાસ

ગાંધીનગર માં યોજાયો કાર્યક્રમ, CM ભુપેન્દ્ર પટેલે વર્ષ 2023ના કેલેન્ડરનું વિમોચન કર્યું

Update: 2022-12-31 06:21 GMT

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2023ના કેલેન્ડરનું વિમોચન કર્યું હતું.આ વર્ષે જી 20 સમિટ જ્યારે ભારતમાં યોજાવાની છે અને ગુજરાત પણ તેનું યજમાન બન્યું છે તેથી કેલેન્ડરમાં જી20ની થીમ પણ ઉમેરવામાં આવી છે.

દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા વર્ષના અંતિમ મહિનામાં નવા વર્ષનું કેલેન્ડર બહાર પાડવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2023 નું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું કેલેન્ડરમાં G-20ની વિષય વસ્તુ સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાંકળી લેતા વિવિધ ફોટોગ્રાફસ સામેલ કરવામાં આવ્યા છે.સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી દ્વારા તૈયાર કરાયેલું આ કેલેન્ડર G-20ની વિષયવસ્તુ સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાંકળી લેતા વિવિધ ફોટોગ્રાફ્સથી વધુ આકર્ષક અને નયનરમ્ય બન્યુ છે. કેલેન્ડરમાં પીએમ મોદીની સરકારી યોજનાઓની માહિતી અને પીએમના વિદેશ પ્રવાસના ફોટા પણ મુદ્રણ કરવામાં આવ્યા છે.આ પ્રસંગે માહિતી નિયામક આર. કે. મહેતા, ડીજીપી એસ વી. એમ. રાઠોડ, અધિક માહિતી નિયામક પુલક ત્રિવેદી, સરકારી ફોટો લીથો પ્રેસ ના મેનેજર વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Tags:    

Similar News